ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂથી 65 લોકોના મોત થયા, સરકાર – અરજદાર સામ સામે

February 22, 2019 1115

Description

ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂથી 65 લોકોના મોત થયા મામલે સરકાર – અરજદાર સામ સામે આવી ગયા છે. ત્યારે સરકારનું કહેવું છે કે, સરકારી હોસ્પિટલમાં ફ્રી સારવાર અપાય છે. ખાનગી હોસ્પિટલમાં પણ સસ્તી સારવાર આપવાની પ્રક્રિયા ચાલુ છે. અને અરજદારનો રિપોર્ટ યોગ્ય નહીં હોવાનો સરકારનો આક્ષેપ છે.

તો આ તરફ અરજદારે એ પણ આક્ષેપ કર્યો છે કે, આઈસોલેશન વોર્ડના પ્રોટોકોલનો અમલ નથી થતો અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની માળખાગત સુવિધાઓનો અભાવ પણ છે. આગામી મંગળવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

Leave Comments