ગુજરાતમાં કોરોનાનો કહેર, અધધ પોઝિટીવ કેસો સાથે આંકડો 18609એ પહોંચ્યો

June 4, 2020 845

Description

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન બાદ ભારે ભરખમ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આજે પણ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંક 500ની આસપાસ રહ્યો. 492 કેસ આજે નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 492 પોઝિટિવ કેસ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે.

જો કે ગુજરાતમાં હવે અમદાવાદ બાદ અન્ય જિલ્લાઓમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં કુલ 18609 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 33 લોકોનાં મોત નિપજ્યા છે.

આમ રાજ્યમાં મોતનો કુલ આંક 1155 થયો છે. અને છેલ્લા 24 કલાકમાં 455 દર્દીઓ સાજા થયા છે. જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જનો કુલ આંક 12667 થયો છે. દર્દીનો રિકવરી રેટ 68.09 થઈ ગયો છે.

Leave Comments