બોપલમાં વગર વરસાદે રસ્તા પર 1 કિમીના અંતરમાં 3 ભુવા પડ્યા !

July 11, 2019 575

Description

અમદાવાદમાં ભુવા પડવાનો શીલસીલો હજુ પણ યથાવત છે. ત્યારે બોપલના મુખ્ય રસ્તા પર 1 કિમીના અંતરમાં 3 ભુવા પડતાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે.

ઔડાના બોપલ, ઘુમા નગરપાલિકામાં આવતા બોપલ ગામમાં વગર વરસાદે ભુવા પડી રહ્યાં છે. ત્યારે 3 દિવસ વિતિ ગયા છતાં તંત્ર દ્રારા માત્ર ભુવા કોર્ડન કરીને સંતોષ માની લેવાયો છે.

તંત્રની આવી બેદરકારીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તો ભુવાને કારણે ટ્રાફિકજામ થતાં સ્થાનિકો અને વેપારીઓ પરેશાન છે. ત્યારે તાત્કાલિક ધરોણે કામગીરી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

Leave Comments