મેટ્રો રેલ શરૂ થાય તે પહેલા જ ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ છે. લૂંટારૂઓ તાંબાની પ્લેટ ચોરી ફરાર થઇ ગયા છે. અમરાઇવાડી પાસે આવેલા સ્ટેશન પરથી ચોરી થઇ. પાટા પર લાગેલી 15 કિલોની તાંબાની પ્લેટ ચોરાઇ ગઇ.
મહત્વનુ છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં મેટ્રો ચાલુ કરવાનું આયોજન છે. અમદાવાદમાં મેટ્રોનો ટ્રાયલ રન ચાલુ છે. મેટ્રો ટ્રેનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મોટાભાગનું કામ પૂર્ણતાને આરે છે. તેવામાં જ ચોરીનો બનાવ બનતા મેટ્રોના અધિકારીએ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
Leave Comments