અમદાવાદના બાવળામાં બોગસ વોટીંગનો દાવો કરતો વિડીયો વાયરલ

April 24, 2019 1745

Description

કોઇ પણ ચુંટણી હોય ત્યા બોગસ મતદાનની ઘટના સામે આવતી જ હોય છે. ભલે તે સરપંચની હોય કે પછી વિધાનસભા કે લોકસભાની ચુંટણી. પરંતુ જે આ બોગસ મતદાન થાય છે તેને કોઇ પણ ચુંટણી અધિકારી નિષ્ક્રીય કરવામાં નિષ્ફળ રહ્યા છે.

અત્યારે જે વિડીયો બહાર આવ્યો છે તે બાવળાના બાપુપુર બૂથનો બોગસ મતદાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે…મતદાન ન કર્યું હોય તેવા મતદારોના નામે વોટિંગ થયાનો આરોપ કરવામાં આવ્યા છે…અને તેમા ફરજ પરના કર્મચારીઓ પણ બોગસ મતદાનમાં સામેલ હોવાનો આરોપ છે…બાપુપુરાના વાયરલ વિડિયો મામલે મુખ્ય ચુંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે…પરંતુ આ વિડીયોની પુષ્ઠી સંદેશ ન્યુઝ નથી કરતું.

Tags:

Leave Comments