કોંગ્રેસમાં વધુ એક વખત નારાજ સિનિયર નેતાઓની બેઠક યોજાઇ

January 11, 2019 1235

Description

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાત કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. વધુ એક વખત નારાજ સિનિયર નેતાઓની બેઠક યોજાઇ. અર્જૂન મોઢવાડીયા, નરેશ રાવલ, સોમા પટેલ, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક યોજાઇ હતી.

જેમાં પ્રદેશ સંગઠનનું પુન: ગઠન કરવા સંકેત અપાયો હતો. સાથે જ સંગઠનમાં સહપ્રભારીની નવી નિમણૂંક સંકેત પણ અપાયા.

એટલું જ નહીં, સિનિયર નેતાઓની મળેલી બેઠકમાં કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે… અને પ્રમુખની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી લડવા નિર્ણય કરવામાં આવ્યો.

Leave Comments