સ્વાઈન ફ્લૂ થી થતા મોત મામલે હાઇકોર્ટનો આદેશ

February 11, 2019 1880

Description

સ્વાઇન ફ્લૂ મુદ્દે રાજ્યના આરોગ્યતંત્રની બેદરકારી સામે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. ગ્રામીણ વિસ્તારોમાં સારવાર અંગે વિલંબથી મોત થવાના અંગે અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જે બાદ હાઇકોર્ટે અરજદારને આવા કિસ્સા પ્રકાશમાં લાવવા નિર્દેશ કર્યો હતો. આ સાથે ગ્રામીણ વિસ્તારોમાં બેદરકારી અંગે કોર્પોરેશન અને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો.

તો હાઇકોર્ટે આ અંગે સરકારને મંગળવાર સુધી તાત્કાલિક જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. મહત્વનું છેકે રાજ્યમાં સતત વકરી રહેલા સ્વાઇન ફ્લૂથી દરરોજ લોકો મૃત્યુ પામી રહ્યા છે. જેથી આ મામલે હવે હાઇકોર્ટે દખલ કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

Leave Comments