દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ
December 20, 20202060
Description
દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. કમલીવાડાના આધેડનું મ્યુકરમાઈકોસીસથી મોત થયું છે.GRDમાં ફરજ બજાવતા દિનેશભાઈનું મોત થયું છે. આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવ અને ફંગસ ઈન્ફેક્શન થવાથી મોત નિપજ્યું છે.
ગુજરાતમાં 161 બૂથ પર કોરોનાની રસી અપાશે. જેમાં દરેક બૂથ પર 100 આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવશે. પ્રથમ દિવસે 16, 000 આરોગ્યકર્મીનું રસીકરણ થશે. તેમજ સરકારી સ્થળોએ રસીકરણ બૂથ ઉભા કરાયા છે.
વેક્સિનેશનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં રાજ્યભરના 161 સેન્ટર પર વેક્સિનેશન શરૂ થશે. તેમાં અમદાવાદમાં 16, સુરતમાં 14, વડોદરા અને રાજકોટમાં 6 – 6 સેન્ટર ઉભા કરાયા છે. તથા દ્વારકા, ગાંધીનગર, જૂનાગઢમાં એક સેન્ટર છે. તેમજ સાંસદ અને ધારાસભ્યોને જવાબદારી સોંપાઈ છે.
ઉત્તરાયણ દરમિયાન ઉપયોગમાં લેવાતી ધારદાર દોરી દ્વારા અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે કોરોના અને બર્ડ ફ્લૂની દહેશતની વચ્ચે પક્ષી બચાવો સંસ્થાઓના સ્વંયસેવકો પીપીઈ કીટ અને ગ્લોઝ પહેરીને રેસ્ક્યુ કરે છે. ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવા માટે ઓપરેશન થિયેટર, ઓપીડી અને આઇસીયુ પણ બનવવામાં આવે છે. જીવદયા ટ્રસ્ટમાં ઉતરાયણના દિવસે 400 જેટલા પક્ષીઓને સારવાર […]
ઉત્તરાયણની ઉજવણી વચ્ચે ઈમરજન્સી કેસ વધ્યા છે. જેમાં ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં 1650 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. તેમાં 3 વાગ્યા સુધી દોરી વાગવા, પડી જવાના 93 કેસ સામે આવ્યા છે.
Leave Comments