ગોતામાંથી ગુમ થયેલી બાળકીની લાશ મળી

September 16, 2020 815

Description

ગાંધીનગર અને અમદાવાદમાં બાળકોની ઉઠાંતરી કરવાના બનાવો વધી રહ્યા છે. અને કહેવાય છે કે પોલીસની જેમ સફેદ રંગના બાઇકમાં મોંઢે કપડું બાંધી બાળકોને કોઇના કોઇ બહાને નજીક બોલાવી ઉઠાવી લે છે. જેનો ખૌફ આજ ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારમાં ફેલાયો છે.

વાલીઓ બાળકોને લઇ ચિંતાતુર છે. ત્યારે ગાંધીનગર અન અમદાવાદમા છેલ્લા ગણતરીના દિવસોમાં બાળકો ઉઠાવવાના ત્રણ જેટલા બનાવો બન્યા છે. તો પણ પોલીસ હજી ગુનેગારો સુધી પહોંચવાની વાત તો દુર રહી પણ ગુનેગારોની ઓળખ કરી શકી નથી.

સોલા વિસ્તારમાં રહેતી 7 વર્ષની ખુશી નામની બાળકી ત્રણ દિવસ સુધી ગાયબ રહ્યા બાદ ગોતા પાસે આવેલા આંગણજમાંથી બાળકીની લાશ મળતાં પરિવારના લોકોના કાળજા થર થર કંપી રહ્યા હતા. ત્રણ ત્રણ દિવસ ઉપરાંત થયા છતા પોલીસ ગુનેગારો સુધી પહોંચી શકી નથી કે તપાસના કે શોધખોળ માત્ર દેખાડા કે નાટક જ થાય છે.

પાટનગર નજીકથી બાળકોને ધોળા દિવસે બાળકો ઉઠાવી જવાય છે. તો ટેકનોલોજીની વાત કરતી સરકાર કે પોલીસ ગુનેગારો સુધી પહોંચી શકતી નથી.

Leave Comments