23મીએ અમદાવાદ આવનાર ડોનાલ્ડ ટ્રંપ ભારત આવનાર 7માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ

February 19, 2020 665

Description

અત્યાર સુધી ભારત આવેલા અમેરિકન પ્રમુખોની વાત કરીએ તો 1959થી અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા 6 અમેરિકન રાષ્ટ્રપતિ ભારતના મહેમાન બની ચુક્યા છે. 23મીએ અમદાવાદ આવનાર ડોનાલ્ડ ટ્રંપ ભારત આવનાર 7માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હશે.

ડિસેમ્બર 1959માં ડી. આઈઝનહાવર નવી દિલ્હી અને આગ્રા આવ્યા હતા. જુલાઈ 1969માં રિચર્ડ નિક્સન ભારત આવ્યા હતા. ત્યારબાદ 1978માં જિમ્મી કાર્ટર ભારતનાં મહેમાન આવ્યા હતા. માર્ચ, 2000માં બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા હતા.

માર્ચ 2006માં જ્યોર્જ ડબલ્યુ બુશે નવી દિલ્હી અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. તો સતત બે ટર્મ સુધી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહેલા બરાક ઓબામા બે વખત નવેમ્બર 2010 અને જાન્આરી 2015માં ભારતના પ્રવાસે આવ્યા હતા. હવે ડોનાલ્ડ ટ્રંપ 23-24મીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

 

 

Leave Comments