સ્વાઈન ફ્લૂનો કહેર, 111થી વધુના મોત 679 દર્દીઓ સારવાર હેઠળ

March 6, 2019 905

Description

રાજ્યમાં સ્વાઇનફ્લૂને નાથવામાં આરોગ્ય વિભાગ નિષ્ફળ નીવડ્યુ છે. સ્વાઇનફલૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા પણ સૌરાષ્ટ્રમાં તો સ્વાઇન ફ્લૂએ માજા મૂકી હોય તેમ સતત કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં 6 વર્ષની બાળકીનુ મોત નીપજ્યુ.

સૌરાષ્ટ્રમાં સ્વાઇનફ્લૂના 316 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 74 લોકોના મોત નીપજ્યા. રાજ્યમાં સ્વાઇનફ્લૂના 117 કેસ નોંધાયા જ્યારે 2ના મોત નીપજ્યા. અમદાવાદમાં 50 કેસે, સુરતમાં 14 કેસ , વડોદરામાં 13 કેસ જ્યારે સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા. હાલમાં 679 દર્દીઓ સ્વાઇનફ્લૂની સારવાર હેઠળ છે. જ્યારે 111થી વધુના મોત થયા છે..

Tags:

Leave Comments