જનાદેશનું અપમાન કરનારને જનતા અરીસો દેખાડશે: કોંગી પ્રમુખ અમિત ચાવડા

March 9, 2019 2000

Description

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે, ભાજપને પોતાના જ કાર્યકરોમાં વિશ્વાસ નથી. એક – બે ધારાસભ્ય જવાથી લોકસભામાં જીત ન મેળવી શકાય. ચૂંટણી જીતવા કોંગ્રેસમાંથી લઈ જઈ નેતાઓને મંત્રી બનાવે છે. અગાઉ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર ધારાસભ્યોની હાલત અત્યારે ખરાબ છે. જનાદેશનું અપમાન કરનારને જનતા અરીસો જરૂરથી દેખાડશે. કોંગ્રેસ પક્ષમાં કોઈ નારાજગી નથી, કોંગ્રેસ મજબૂત પાર્ટી છે અને 12 માર્ચથી બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે.

 

Leave Comments