વિદ્યાર્થીઓના હાથમાં છે સ્માર્ટ સર્વનાશ – ડીબેટ – પાર્ટ 02

November 8, 2019 590

Description

આધુનિક યુગમાં હવે આંગળીના ટેરવે જ દુનિયા જોઇ શકાય છે. પરંકુ ટેક્નોલોજીના જેટલા લાભ તેટલા જ ગેરલાભ. તેમાં પણ મોબાઇલ તો માંડ ચાલતા શીખ્યુ હોય તેવા બાળકને પણ બહુ પ્રિય. આજના આધુનિક યુગમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પર્સનલ મોબાઇલ રાખે છે. માતા પિતા પણ સુરક્ષાની દ્રષ્ટિએ બાળકોને મોબાઇલ અપાવે છે.

પરંતુ ભણતા વિદ્યાર્થી માટે સ્માર્ટફોન જેટલો ઉપયોગી તેટલો જ નુકસાનકારક નીવડે છે. એક શૈક્ષણિક સંસ્થાએ વિદ્યાર્થીઓમાં મોબાઇલ વપરાશ અંગે કરેલા સરવેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા. યુવા પેઢી 24 કલાકમાંથી 7 કલાક સ્માર્ટફોનમાં જ રચીપચી રહે છે.

કેટલાક વિદ્યાર્થીઓ તો 15 કલાક સુધી મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાનો ચોંકાવનારુ તારણ સામે આવ્યુ. કદાચ અતિ શબ્દ પણ નાનો પડે તેટલી હદે વિદ્યાર્થીઓને મોબાઇલનુ વળગળ છે.. સરવેમાં તારણ મળ્યુ કે ઇનસ્ટાગ્રામ અને વોટ્સએપ પાછળ રોજના 2 કલાક સમય બગાડે છે જ્યારે અન્ય સાથે વાત ચીત કરવામાં 30 મિનિટથી પણ ઓછો સમય લે છે.

પરંતુ મોબાઇલ પર ગેમ રમવામાં આરામથી 1થી5 કલાક બગાડે છે. 38 ટકા વિદ્યાર્થીઓ તો માંડ 3 દિવસે એકવાર કસરત કરે છે. જ્યારે 79 ટકા વિદ્યાર્થીઓ 6 કલાકથી પણ ઓછી ઉંઘ લે છે..જો કે આટલી ઓછી ઉંઘ બાદ વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યુ કે તેઓ દિવસ દરમિયાન ઉંઘ લેતા નથી.

Leave Comments