શર્મસાર ગુજરાત – ડિબેટ

August 18, 2019 905

Description

ગુજરાતમાં દિવસેને દિવસે વધતી ગુનાખોરી અને એમાં પણ મહિલાઓ અને સગીરાઓ સાથે દુષ્કર્મના બનાવ સતત વધી રહ્યા છે.. ત્યારે સવાલ એ થાય છેકે શું આ જ છે ગતિશીલ ગુજરાત..?

દિવસેને દિવસે દુષ્કર્મના કેસો વધી રહ્યા છે…દાહોદના એક ગામમાં એક પૂર્વ પ્રેમી પોતાની 19 વર્ષીય યુવતી સાથે ત્રણ અજાણ્યા ઈસમોએ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું…તો વલસાડમાં એક શિક્ષિકા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો…રાજકોટના લોધિકા ગામે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના આરોપ કરવામાં આવ્યો છે…તો સુરતમાં પણ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે…ત્યારે આ તમામ ઘટના પરથી કહી શકાય કે સમાજમાં મહિલા સુરક્ષિત નથી…કઇ રીતે મહિલાઓ એકલી રસ્તા પર નિકળે?…આ નરાધમો કોણ છે…જે સમાજમાં ખુલ્લેઆમ રખડી રહ્યા છે…ક્યારે આ નરાધમોની માનસિક્તા બદલાશે…અને મહિલાઓ સુરક્ષિત અનુભવશે?…

દાહોદના એક ગામમાં એક પૂર્વ પ્રેમી પોતાની 19 વર્ષીય પ્રેમીકાને લગ્ન કરવા માટેની લાલચ આપી જબરજસ્તી કરી લઈ જતો હતો…તે દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમો પોતાની બે મોટરસાઇકલો લઈને આવી પ્રેમીને બાંધી કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ આચરતા પોલીસે પ્રેમી સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી…દાહોદ જિલ્લાના એક ગામની 19 વર્ષીય કિશોરીને ઝાલોદ તાલુકાના આંબા ગામનો રહેવાસી તેનો પૂર્વ પ્રેમી અજિત બારિયા કિશોરીને બળજબરી પૂર્વક લગ્નના ઇરાદે દાહોદના રામપુરા ખાતેના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો…તે યુવતીને માર મારી શરીર ઉપર પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા…બનાવ અંગે કિશોરીએ પોતાના માતા પિતા સાથે દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાવી…અને પોલીસે ફરિયાદ નોંઘી ગણતરીના કલાકોમાં જ દાહોદ તાલુકા પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા…

રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો…પોલીસે આરોપી લાલજી ખીમસૂરિયાને ઝડપી પાડ્યો છે…લોધિકા ગામે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે…આરોપીને બાળકીની માતા જોઈ જતા આરોપી ફરાર થઇ ગયો હતો…હાલ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે…અને હવે આરોપીને પોલીસે પકડી પાડ્યો છે…ત્યારે હવે આરોપી લાલજીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે…

સુરત ખાતે છેલ્લા બે વર્ષથી ઉત્તરોઉત્તર દુષ્કર્મની ઘટનામાં વધારો નોંધાયો છે…જેને લઈ સુરત અસલામત તરીકે બદનામ થઈ ગયું છે…પહેલા તો મહિલાઓ અસુરક્ષિત હતી…પરંતુ હવે બાળકીઓ ઉપર પણ અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે…આ ઘટનાઓને લઈ સલ્મ વિસ્તારની મહિલાઓમાં એક ભયનો માહોલ છવાયો છે…આવા કૃત્ય આચરતા નરાધમોને ફાંસીની સજા આપો એવી માંગ પણ ઉઠી રહી છે…

Leave Comments