સંદેશ વિશેષ : બબાલ બાકી છે – 11.01.2021

January 11, 2021 155

Description

કોઇ રાષ્ટ્રના પ્રમુખ અથવા તો કોઇ દેશના વડા પોતાના જ દેશમાં લાગેલી હિંસાની આગ પર ખુશ થાય તો તમે તેને શું કહો. શું એ પ્રમુખની જવાબદારી સંભાળવાને લાયક કહેવાય ખરા ? પોતાનું હિત ઇચ્છીને દેશમાં અશાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા રાષ્ટ્રાધ્યક્ષને એ પદ શોભે ખરા ? આજે કેટલાક આવા સવાલોનો જવાબ શોધવાનો પ્રયાસ કરવો છે. આ સવાલનો ઉદ્દભવ 6 તારીખથી થયો. આટલા દિવસ વીત્યા છતા પણ આ સવાલોનો જવાબ વણ ઉકેલ્યો છે. આગળનું પરિણામ શું હશે એ ખબર નથી. પરંતુ હાં એ હકિકત સ્પષ્ટ છે કે, બબાલ હજુ બાકી છે.

બબાલ બાકી છે રાજગાદીની લડાઇની. આમ તો, એ ગાદીને રાજગાદી જ કહેવાય કેમ કે, દુનિયા આખીના જમાદાર બનીને બેઠા છે. પરંતુ આ જગતજમાદાર પોતાની જ અંદરની જ્વાળાને શાંત કરી નથી શકતું. એટલે કે સત્તાની ભુખનું આ ઘમાસાણ રોજ નવા નવા રંગરુપમાં જોવા મળી રહ્યું છે. બધુ સહેલું નહીં હોય એ વાત સ્પષ્ટ જ છે અને આના છાટા માત્ર ટ્રમ્પને જ નહીં પરંતુ બાઇડનને પણ ઉડવાના છે. કેમ કે ટ્રમ્પ કંઇક એવું તો કરતા જ જશે જે બાઇડનને નુક્સાન પહોંચાડી શકે. સત્તા માટે ટ્રમ્પની લડાઇ ચૂંટણીની તૈયારીઓથી ચાલી રહી હતી. ટ્રમ્પ કોઇપણ ભોગે પરિણામ તેમના હિતમાં ફેરવવા માગતા હતા પરંતુ લોકતાંત્રિક રીતે એવું ન થઇ શક્યું એટલે હવે હિંસાના માર્ગે પણ પ્રયાસ થઇ રહ્યા છે.

Leave Comments