અમદાવાદના સાણંદ તાલુકામાં માવઠાના મારથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન

November 8, 2019 725

Description

રાજયમાં લીલા દુષ્કાળ અને કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે. ત્યારે અમદાવાદના સાણંદ તાલુકામાં માવઠાના મારથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેમાં તાલુકામાં એક હજારથી વધુ વીઘા જમીનમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.

કયાર અને મહા વાવાઝોડાને પગલે વરસેલા વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતાં દેવાના ડુંગર તળે દબાઇ જવાની ધરતીપુત્રોને ભીતિ સેવાઇ રહી છે.

તથા ચોમાસામાં સારા વરસાદને પગલે પાક તૈયાર થશે તેવી આશા જગતના તાતને બંધાઇ હતી. પરંતુ લીલા દુષ્કાળ અને માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. તેમજ સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉભી થવા પામી છે.

Leave Comments