જીમોમાં બેફામ થઇ રહ્યું છે આ ‘મોત’ના સામાનનું વેચાણ !

May 28, 2019 1970

Description

બોડિ બિલ્ડિંગનો ક્રેઝ યુવાનો પર એ હદે વધતો જઇ રહ્યો છે કે, પોતાના બાઇસેપ્સ, ટ્રાઇસેપ્સ અને પરફેક્ટ બોડી બતાવવાના ચક્કરમાં તેઓ કોઇપણ હદે કસરત અથવા કોઇપણ દવાઓ લેવા પણ તૈયાર થઇ જાય છે. આવી જ ભૂલ અમદાવાદના બોડી બિલ્ડર કિરણ ડાભીએ કરી. તેમણે બોડી બિલ્ડિંગ માટે લીધેલી દવાઓ અને પાવડર એ હદે ઘાતક સાબિત થયા કે, કિરણને હાર્ટ અટેક આવી ગયો અને તેમનું મોત નિપજ્યું.

યુવાનો જીમમાં જઇને કસરત કરે છે એ કસરતમાં કંઇ ખરાબી નથી પરંતુ, આવા જીમના અનેક માલિકો યુવાનોના આ ક્રેઝનો દૂરોપયોગ કરતા ખચકાતા નથી પછી ભલેને એ યુવાનો માટે ગમે એટ્લું ઘાતક સાબિત કેમ નથી થતું… જીમમાં બોડિ બિલ્ડિંગ અને ફાસ્ટ રીઝલ્ટ માટે સ્ટીરોઇડ અને પ્રોટીન પાવડરની જાહેરાતો કરી કરીને જીમ માલિકો કમાણીનુ વધારાનું અને સૌથી વધુ ફાયદાકારક સાધન શોધી લાવ્યા છે. અને યુવાનો હોંશે હોંશે તેમની પાસેથી આવા પાવડર લઇ પણ લે છે.

પરંતુ, તેઓ સમજી નથી શકતા કે આ તો જીમ માલિકનો કમાણીનો માત્ર પેંતરો છે. ખરી ફીટનેસ કોઇ દવાથી નહીં પરંતુ, શારીરીક શ્રમથી જ આવી શકે છે. ત્યારે આવી દવાઓ વેંચતા જીમનો અમદાવાદ અને ગુજરાતમાં રાફડો ફાંટ્યો છે જેના વિષે ગુજરાત જીમ સંચાલક એસોસિએશનના પ્રમુખ વિજય પરસાણાએ પણ અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, આવા જીમ સંચાલકોના કારણે યુવાનોના સ્વાસ્થ્ય સાથે ખૂબ ચેડા થાય છે.

Leave Comments