અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFની સતર્કતાથી મહિલાનો જીવ બચ્યો

July 12, 2019 1145

Description

અમદાવાદ રેલવે સ્ટેશન પર આરપીએફની સતર્કતાથી મહિલાનો જીવ બચ્યો. ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મહિલાનો પગ લપસ્યો. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે મહિલા ફસાઇ જતા રેલવે પોલીસ દોડી આવી. મુસાફરો અને રેલવે પોલીસ દ્વારા મહિલાને ખેંચી લેતા મહિલાનો જીવ બચી ગયો.

કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 10 પર આ ઘટના બની, જેના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. આ મામલે રેલવે પોલીસની સતર્કતા બદલ આઇજી દ્વારા પોલીસ જવાનને એક હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.

Leave Comments