રોજ થતા પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા પર લોકોનું શું કહેવું છે

October 12, 2018 2030

Description

પેટ્રોલ ડીઝલમાં અવિરત ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વખત પેટ્રોલમાં 12 પૈસાનો અને ડીઝલમાં 28 પૈસાનો વધારો થયો છે. સરકારે એક સપ્તાહ પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે ફરી ભાવ વધારાથી પેટ્રોલ ડીઝલના ભાવ પહેલા જેટલા જ થઇ ગઇ ગયા છે.

રાજ્યના મેટ્રો શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પર નજર કરીએ તો. અમદાવાદમાં પેટ્રોલ 79.26 અને ડીઝલ 78.32, સુરત પેટ્રોલ 79.43, ડીઝલ 78.29, રાજકોટ પેટ્રોલના 79.26 ડીઝલના 78.11, વડોદરા પેટ્રોલ- 79.17 ડિઝલ- 78.01 પહોંચ્યું છે.. સતત વધતા ભાવ વધારાથી પ્રજા પરેશાન થઇ ગઇ છે.

Leave Comments