પ્રેમના દુશ્મન કોણ ? સમાજની વરવી વાસ્તવિકતા આવી સામે

July 11, 2019 695

Description

સમાજની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે. સ્વતંત્ર ભારત દેશમાં પ્રેમ કરવાની સ્વતંત્રતા નથી !! આઝાદ ભારતમાં લાગણીઓનું દહન થઇ રહ્યું છે. માતા પિતા હોય કે પતિ પત્ની, દરેક સબંધમાં પ્રેમ હોવો અનિવાર્ય છે. પરંતુ પ્રેમ સંબંધ હોવો ગુનાહિત કૃત્ય હોય તેમ તેની વિરુદ્ધમાં ક્યાંક હત્યા તો ક્યાંક આપઘાતના પ્રયાસો થાય છે.

માંડલમાં દલિત યુવક પોતાની પત્નીને લેવા ગયો ત્યા તેની હત્યા કરી દેવાઇ. કારણ કે તે બંનેએ લવમેરેજ કર્યા હતા. પત્નીને બે મહિનાનો ગર્ભ હોવાનુ પણ સામે આવ્યુ હતુ, આ ઘટના હજી ભૂલાઇ નથી ત્યાં રાજકોટમાં 2 પોલીસકર્મીઓએ આપઘાત કરી લીધો. એક એએસઆઇ અને એક કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શક્યતા જણાઇ છે. તો આ તરફ ઉત્તર પ્રદેશના બરેલીમાં ભાજપના ધારાસભ્યની દિકરીએ વીડિયો વાયરલ કર્યો. પોતે દલિત યુવક સાથે મરજીથી લગ્ન કર્યા હોવાનુ જણાવ્યુ હતું.

 

Leave Comments