વિરમગામમાં સગર્ભા મહીલાએ 108 એમ્બ્યુલન્સમાં બાળકને આપ્યો જન્મ

August 27, 2019 2045

Description

વિરમગામમાં સગર્ભા મહીલાએ 108 એમ્બ્યુલન્સમા બાળકને જન્મ આપ્યો. 108ના સ્ટાફની મદદથી મહિલાએ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો છે. વિરમગામના ભોજવા ગામમાં રહેતા પરિવારને 108 એમ્બ્યુલન્સ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

ભોજવા ગામની મહિલા લતીફાબેન ઘાંચીને આજરોજ પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પીટલ ખસેડાયા હતાં. જ્યાંથી ડોક્ટરને વઘુ જણાતા અમદાવાદ ખસેડવામાં સુચના અપાઇ.

જ્યાં વિરમગામ 108 એમ્બ્યુલન્સમા લઇ જતા રસ્તામાં પ્રસુતા મહીલાને પીડા અસહ્ય બની ગઈ. જેથી પરિસ્થિતિને સાચવી લેવા માટે 108ના સ્ટાફે એમબ્યુલન્સ રસ્તાની સાઈડ પર જ રોકીને 108 સ્ટાફ EMT વિપુલસિંહ વાઘેલા અને પાયલોટ મહેન્દ્ર પટેલ સ્ટાફ એમ્બ્યુલન્સ સુવિધાઓથી સજ્જ 108 એમ્બ્યુલન્સની અંદર જ મહિલાની સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી.

Leave Comments