ચોરીના બનાવોને ઘટાડવા માટે પોલીસે નવી પહેલ શરૂ કરી

November 4, 2018 1175

Description

દિવાળીના તહેવારમાં લોકો પરિવારજનો સાથે હરવા-ફરવા જતા હોય છે, ત્યારે આવા સમયે ઘરફોડ ચોરીના બનાવો બને છે. ચોરીના આવા બનાવોને ઘટાડવા માટે પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે. અમદાવાદ પોલીસ સોસાયટીઓમાં જઇને લોકોને સમજાવી રહી છે.

શહેરના ઝોન-4 વિસ્તારના કૃષ્ણનગરની સોસાયટીના ચેરમેન અને આગેવાનોને એકઠા કરી પોલીસે દરેક લોકોને જાણકારી આપી હતી કે, બહાર જતી વખતે શું-શું ધ્યાન રાખવું જોઇએ. ડીસીપી અને પીઆઇએ સીસીટીવી કેમેરા લગાવવા વિશે પણ લોકોને જણાવ્યું હતું.

Leave Comments