અમદાવાદમાં અકસ્માતો અટકાવવા માટે પોલીસની વાહનોની ઝડપ પર બ્રેક

August 13, 2019 545

Description

શહેરમાં વધી રહેલા અકસ્માતો અટકાવવા માટે પોલીસે વાહનોની ઝડપ પર બ્રેક લગાવી છે.  એટલે કે શહેરના માર્ગો પર દોડતા વાહનોની ગતી મર્યાદા નક્કી કરવામાં આવી છે. શહેરમાં નેશનલ હાઇવે સિવાયના માર્ગો પર ભારે અને મધ્યમ વાહન 40 કિમી પ્રતિ કલાક, ફોર વ્હીલર 60 કિમી પ્રતિ કલાક, થ્રી વ્હીલર 40 કિમી પ્રતિ કલાક, ટુ વ્હીલર 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાશે.

જો નક્કી કરેલી ઝડપ કરતા વધુ ઝડ઼પે વાહન દોડશો તો ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંગ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો મોટર વ્હીકલ એક્ટ કલમ અંતર્ગત અને પોલીસ અધિનિયમ 131 મુજબ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

Leave Comments