પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

March 4, 2019 1445

Description

પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સવારે 11.10 કલાકે પીએમ મોદી જામનગર પહોંચશે, જામનગરમાં 11.30 કલાકે 750 બેડની ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તથા સૌની પ્રોજેક્ટ અનાવારણ યોજના અને પીજી હોસ્ટેલનું લોકાર્પણ કરશે. તથા રાજકોટ – કાનાલૂસ રેલેવ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરશે અને બાદ્રાં – જામનગર હમસફર ટ્રેનને લીલીઝંડી આપશે.

11.50 કલાકે જામનગરમાં જાહેરસભા કરશે. ત્યાર બાદ બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં માં ઉમિયાના મંદિરનું ખાતમુર્હૂત કરશે. ત્યારબાદ વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે અને સિવિલ હોસ્પિટલમાં સભા સંબોધશે. બાદમાં નવી કેન્સર હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ઉપરાંત પાટણ – ભીલડી નવી રેલલાઈનની ગુડ્સ ટ્રેનને લીલીઝંડી આપશે, અને આણંદ – ગોધરા ડબલ લાઈન પરિયોજનાનું લોકાર્પણ કરશે. તેમજ રાત્રે 8 કલાકે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરશે. બાદમાં રાજભવનમાં રાત્રીરોકાણ કરી મંત્રીમંડળ સાથે મુલાકાત કરશે.

Leave Comments