અમદાવાદના નિકોલમાં સ્કૂલ સંચાલકોથી વાલીઓમાં રોષ

January 11, 2019 1400

Description

અમદાવાદમાં ફરી સિકૂલ સંચાલકોની દાદાગીરી સામે આવી છે. હજુ તો વર્ષ પૂરૂ નથી ત્યાં જ આવનારા વર્ષની ફી ઉઘરાવવામાં આવી રહી છે. નિકોલની પંચામૃત સ્કૂલના સંચાલકોએ વાલીઓને ફી ભરવા કહ્યું.

સિનિયર કેજી પુરૂ થાય તે પહેલાં જ પહેલા ધોરણની ફી ભરવા વાલીઓને સૂચના આપી. વાલીઓને 17 જાન્યુઆરી પહેલાં ફી પેટે રૂપિયા 4500 જમા કરવાનું કહ્યું… એટલું જ નહીં, સ્કૂલ સંચાલકોએ વાલીઓને કહ્યું કે, જો 17 જાન્યુઆરી પહેલાં 4500 રૂપિયા જમા નહીં કરો તો પહેલાં ધોરણમાં સંતાનને દાખલ કરાવશો ત્યારે ફી ઉપરાંત વધારાના રૂપિયા 3 હજાર ભરવા પડશે. પંચામૃત સ્કૂલના સંચાલકોના આ નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave Comments