AMCમાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો

January 24, 2020 905

Description

AMCમાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં શહેરના સરદારનગર વોર્ડમાં પાણીની નવી બનાવાયેલી ટાંકી કે જેનું ત્રણ દિવસ પહેલા જ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, આ ટાંકી લીકેજ થતા ટાંકીના કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે.

મહત્વનું છે કે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જૂની જર્જરિત ટાંકીઓને તોડી પાડે છે. ત્યારે બીજી બાજુ નવી બનેલી ટાંકીઓ આવી નબળી ગુણવત્તાની અને લીકેજ બનાવવામાં આવે છે.

જેને જોતા કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જો આ ટાંકીનું લીકેજ બંધ નહીં કરવામાં આવે તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે.

ત્યારે ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. ત્યારે હવે લાલિયાવાડી ચલાવતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે પગલા લેશે કે કેમ? તે એક મોટો સવાલ છે.

Leave Comments