નર્મદાની માઇનોર કેનાલમાં સમારકામ વિના પાણી છોડાતા પાકને નુકસાન

January 7, 2020 1520

Description

ફરી એક વખત તંત્રના પાપે સિંચાઇના મહામૂલ્ય પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જેમાં અમદાવાદના વિરમગામ નજીક કોકતા ગામ પાસેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં સંખ્યાબંધ ગાબડાં પડ્યા છે.

જેના કારણે 100 વિઘા ખેતરોમાં કેનાલના પાણી ભરાઇ ગયા છે. અને ઘઉં, એરંડા, જૂવાર સહિતના પાકને ભારે નુકશાન થયું છે. મહત્વનું છે કે કેનાલનું સમારકામ કર્યા વગર જ સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતો દ્વારા તંત્રને આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે. છતાં નઘરોડ તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવ્યાં નથી. પરિણામે ખેડૂતોના પાકને નુકશાન થયું છે.

Leave Comments