અમદાવાદમાં જૈન સમાજ દ્વારા અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવણી

July 19, 2019 1025

Description

જૈન ધર્મના અગ્રગણ્ય આચાર્યોમાં આગવુ સ્થાન ધરાવતા પૂ.જૈનાચાર્ય શ્રી રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબના 75 વર્ષમાં મંગલ પ્રવેશ થતા અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવશે. મુખ્ય અતિથી તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી ઉપસ્થિત રહેશે.

21 જુલાઈના રોજ ભક્ત સમુદાય દ્વારા આ 75માં વર્ષને અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવણી કરાશે. આચાર્ય રાજ્યશસૂરીશ્વરજી મહારાજના જન્મદિવસથી એક વર્ષ સુધી અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવવામાં આવશે. અમૃત વર્ષ દરમિયાન દેશ-વિદેશમાં અહિંસા માટે પ્રચાર કરવામાં આવશે. તેમજ લોકો શાકાહાર તરફ વધુ વળે તે માટેના પ્રયાસ હાથ ધરાશે.

તો સાથે ગર્ભ હત્યા અટકે તે માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં દેશના કેટલાક ભાગોમાં પશુ બલીની પ્રથા જોવા મળે છે. ત્યારે પશુબલિને અટકાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે જોગાનુજોગ આ વર્ષે અહિંસાના પ્રખર સમર્થક મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી છે. તો સાથે રાજ્યશ સુરીશ્વરજી મહારાજની 75મી જન્મ જ્યંતી છે.

તો સમગ્ર વિશ્વમાં વસતા ભક્તો અને અનુયાયીઓ દ્વારા અહિંસા પર્વ ઉજવાશે.

Leave Comments