NCBએ રૂા. 75 લાખનાં પ્રતિબંધિત ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી

October 28, 2018 1295

Description

ગુજરાતમાં નશીલા પ્રદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસે કવાયત આરંભી છે. દરમિયાન આજે અમદાવાદથી શિરડી જતી એક બસમાંથી એક વ્યક્તિને પ્રતિબંધિત ડ્રગ્સના જથ્થા સાથે NCBએ ઝડપી લીધો હતો.

ઝડપાયેલા શખ્સ પાસેથી 22 હજાર અલપ્રાઝોમની ટેબ્લેટ મળી આવતી હતી. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ રૂ. 75 લાખ જેટલી છે. ડ્રગ્સના પાર્સલ બસની ડેકીમાં સંતાડવામાં આવ્યા હતા. ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં ડિલીવરી કરવાની હતી તેની NCBએ તપાસ આરંભી છે.

Leave Comments