પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં માનસી જોશીએ ગોલ્ડ મેડલ જીત્યો

August 30, 2019 710

Description

પી.વી.સિંધુ પછી માનસી જોશીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 21-12, 21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. માનસીએ તેનો ડાબો પગ અકસ્માતમાં ગુમાવ્યો હતો. તો રોલ મોડેલ અને રૂમ પાર્ટનર એવા પારુલ પરમાર સાથે રમવુ કઠિન અને તેમની સામે રમવું ગર્વ સમાન છે તેવું માનસી જોશીએ જણાવ્યું હતું.

પારૂલ પરમાર સિલ્વર મેડલ વિજેતા છે. પારૂલ પરમાર પાંચમી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રમ્યા અને પહેલીવાર કેશ પ્રાઇઝ મળ્યુ જેનો આનંદ છવાયો. જ્યારે 2020માં પેરાઓલિમ્પીક્સમાં મેડલ જીતવાનુ લક્ષ્ય છે.

Leave Comments