અમદાવાદની શહેરી બેઠક અમરાઈવાડીમાં સૌથી ઓછું મતદાન

October 21, 2019 1010

Description

અમદાવાદની શહેરી બેઠક ગણાતી અમરાઈવાડી બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની સાબિત થઈ રહી છે. અમરાઈવાડી બેઠકની વાત કરીએ તો આ વિસ્તારમાં કુલ 2,65,652 મતદારો છે. આ બેઠક પર પરપ્રાંતિય અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલુ છે.

અને એટલા માટે જ બંને પાર્ટીએ પાટીદાર કાર્ડને આજમાવ્યું છે. ભાજપે જગદીશ પટેલેને મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ ધર્મેન્દ્ર પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારોએ બેઠકને અંકે કરવા પ્રચાર દરમિયાન જીત માટે મરણીયા પ્રયાસો પણ કર્યાં હતા. છતાં અમરાઈવાડીમાં સૌથી ઓછું મતદાન થયું છે.

Leave Comments