અમદાવાદના નિકોલમાં પાણીના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન

May 20, 2019 1655

Description

છેવાડાના ગામ હોય કે શહેર. પાણીની તંગીને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મેગાસિટી તરફ હરણફાળ ભરી રહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણીના અભાવે પોકાર શરૂ થયા છે. નિકોલ વોર્ડમાં આજે પણ લોકો પાણી માટે વલખાં મારે છે.. છેલ્લા 15 વર્ષથી પીવાના પાણીમી સમસ્યા છે.

અહી પાણી આવે તો રાત્રે મોડા આવે છે અને મોટાભાગે લોકો ટેન્કર પર જ નભે છે. પરંતુ ટેન્કર પણ 4 દિવસે એકવાર આવે છે. તેમાં પણ ગંદુ પાણી હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. જેને કારણે કમળો, ટાઇફોઇડ જેવી બીમારીઓ થાય છે..કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોઇ પગલા ન લેવાતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

Leave Comments