અમદાવાદમાં બિલ્ડરોના ત્રાસથી લેબર કોન્ટ્રાક્ટરનો આપઘાત

January 11, 2019 2375

Description

વિકાસના વમળો વચ્ચે બની રહેલી બિલ્ડિંગો નિર્દોષોનો ભોગ લઇ રહી છે… બિલ્ડિંગના બાંધનારાઓની ખોટી નીતિના કારણે સામાન્ય વ્યક્તિ મોતને ભેટી રહ્યાં છે… અને તેનો પરિવાર નિરાધાર થઇ રહ્યો છે.. આવો જોઇએ મેગા સિટી અમદાવાદના બિલ્ડર્સનો જીવલેણ કિસ્સો….

અમદાવાદમાં બિલ્ડરોના ત્રાસથી લેબર કોન્ટ્રાક્ટરે આપઘાત કરતાં ચકચાર મચી છે. લેબર કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત પહેલા લેબર કોન્ટ્રાક્ટરે લખેલી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં કામ કર્યા બાદ રૂપિયાને બદલે 2 ફ્લેટ અલોટ કરાયા. પરંતુ દસ્તાવેજ માટે ધક્કા ખવડાવવામાં આવ્યા.

એટલું જ નહીં, દિલ્હી પબ્લીક સ્કૂલમાં કામ કર્યું તેના રૂપિયા 18 લાખ પણ બિલ્ડર્સે ન ચૂકવતાં કોન્ટ્રાક્ટર ખોડાભાઇના માથે દેવું વદી જતાં. આખરે તેણે કંટાળીને આપઘાત કર્યાનો ઉલ્લેખ કરાયો છે. લેબર કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી ફરિયાદ ન નોંધાઇ ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વિકાર નહીં કરે.

Leave Comments