અમદાવાદની 16 વર્ષની ખુશી પટેલને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી નવાજીત કરવામાં આવી છે. ખુશીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને માત્ર પરિવારને જ નહીં પરંતુ અમદાવાદ અને રાજ્યનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. ખુશી પટેલને રમતગમત ક્ષેત્રે એક કરતા વધારે ગોલ્ડ મેડલ અને અલગ-અલગ પૂરસ્કાર બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પૂરસ્કાર 5 વર્ષથી લઈ ૧૮ વર્ષના બાળકોને અલગ-અલગ ક્ષેત્રોમાં મેળવેલ સિદ્ધિના આધારે આપવામાં આવતો હોય છે. ત્યારે ખુશીને સ્કેટિંગ ક્ષેત્રમાં પારંગતતા બદલ એવોર્ડ એનાયત કરાયો છે. મહત્વનું છે કે ખુશીને એવોર્ડ મળતા તેને પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી જેના કારણે તે ખુશ થઇ પરંતું પીએમને ના મળી શકવાનું દુખ પણ થયાનું ખુશીએ જણાવ્યું હતું.
Leave Comments