જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં CCTVમાં જોવા મળ્યા શકમંદો

January 11, 2019 1655

Description

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. ભાનુશાળીની હત્યાને અંજામ આપનારાઓને શોધવા માટે પોલીસ એક પછી એક કડીઓ જોડી રહી છે. બે શખ્સો દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ એકત્રિક કર્યા છે. જેમાં કેટલાક શંકાસ્પદો દેખાઇ રહ્યાં છે.

સૂત્રોનું માનીએ તો આ કેસમાં મનિષા પણ શંકાના દાયરામાં છે. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ મનીષા ભૂગર્ભમાં ઉતરી ગઇ છે. મનિષા ભુજ કેમ આવી હતી તે શંકાનો વિષય છે. ભાનુશાળી પાસે 4 ફોન હતા તો એક ફોન કેમ આરોપીઓ લઈ ગયા. તે પણ એક તપાસનો વિષય છે..

જાણભેદુ દ્વારા જ ભાનુશાળીની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. હત્યારઓ બેગ બદલીને ભાનુશાળીની બેગ લઇ ગયા છે. AC – 2 કોચનો દરવાજો કોઈએ અંદરથી ખોલી માર્ગ મોકળો કર્યો. કોચમાં પ્રવેશ્યા પછી બંને હત્યારા ટોઈલેટમાં સંતાઈ ગયા હતા.

સામખિયાળીથી સૂરજબારી સુધી ટ્રેકને સમાંતર રોડ પર હત્યા કરી અને ચેઇન પુલિંગ કરી આરોપીઓ ફરાર થઇ ગયા. હત્યારાઓ જયંતિ ભાનુશાળી પર સતત વોચ રાખી રહ્યાં હતા. અને ત્યાર બાદ હત્યાને અંજામ આપીને ફરાર થઇ ગયા છે. આ હત્યા પાછળ રાજકીય કારણ હોવાનું પણ મનાઇ રહ્યું છે.

Leave Comments