અમદાવાદના નવરંગપુરામાં જૈન દેરાસરમાં પ્રેમીપંખીડાઓ પર લાકડીઓ વરસાવી

September 11, 2019 3035

Description

અમદાવાદના નવરંગપુરામાં આવેલા જૈન દેરાસરમાં મારામારીની એક ઘટના સામે આવી છે. નવરંગપુરા ખાતે આવેલા એક જૈન દેરાસરમાં પ્રેમીયુગલ પર પરિવારે હુમલો કર્યાના સમાચાર મળી રહ્યા છે. પ્રેમીયુગલ પરિવાર પર મોટો આરોપ મૂકતા જણાવ્યું હતું કે, અમને સમાધાનના બહાને બોલાવી અમારા પર લાકડીઓ વરસાવી હતી, ત્યારબાદ યુવતીનું અપહરણનો આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ આ ઘટનાને લઇને એક સીસીટીવી સામે આવ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સોલાના મહાલયા બંગલોમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા ભાવિન શાહ નામના યુવકે તેમની જ સોસાયટીમાં રહેતી પલક દેસાઇ નામની યુવતી સાથે 2016માં પ્રેમલગ્ન કર્યા હતા. ત્રણ દિવસ પહેલા બંન્ને રાજકોટ ગયા હતા. ત્યારબાદ ગઇકાલે બંન્ને પરત આવ્યા હતા.

ભાવિનના પિતાએ પલકના માતા-પિતા પ્રેમલગ્ન બાબતે સમાધાન કરવા માંગે છે. જેથી તેઓ 4 વાગે નવરંગપુરા બસ સ્ટેશન પાસે આવેલા જૈન દેરાસરમાં બંન્ને પરિવારજનો ભેગા થયા હતા. યુવતીના તરફથી પણ પરિવારજનો આવ્યા હતા.

દેરાસરની ટ્રસ્ટની ઓફિસમાં જ પતિ પત્ની અને તેમના પરિવારજનો હાજર હતા. ત્યારે યુવતીના પરિવારજનો અને તેના ભાઇઓ હાથમાં લાકડી અને હોક્કીસ્ટીક સાથે આવ્યા હતા અને બળજબરી પૂર્વક યુવતીને ગાડીમાં બેસાડી લઇ ગયા હતા. અને યુવક, તેના માતા-પિતા અને તેના પિતરાઇ ભાઇ સાથે મારામારી કરી હતી. હુમલામાં ત્રણને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave Comments