અમદાવાદમાં રોડ-શોમાં ભારત-અમેરિકાની દોસ્તી દેખાશે

February 20, 2020 755

Description

અમદાવાદમાં રોડ-શોમાં ભારત-અમેરિકાની દોસ્તી જોવા મળશે. જેમાં કોર્પોરેશન દ્વારા રોડ શોમાં આવનાર લોકોને અમેરિકા અને ભારતના રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 50 હજાર જેટલા રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા છે.

કોર્પોરેશને અમેરિકાના રાષ્ટ્રધ્વજ કરતાં ભારતનો નાનો રાષ્ટ્રધ્વજ બનાવી પ્રોટોકોલ જાળવ્યો છે. જેમાં સ્વચ્છ ભારત હેઠળ પાણી માટે 5 લાખ પેપર ગ્લાસ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ રોડ શોમાં આવનાર લોકોને પેપરના ગ્લાસમાં પાણી આપવામાં આવશે.

 

 

Leave Comments