છેલ્લી કલાકોમાં લોકો સસ્તા ભાવે પતંગ ખરીદવા બજારમાં ઉમટી પડ્યાં

January 13, 2021 500

Description

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં નિયમોના લીરેલીરાં ઉડતાં જોવા મળ્યાં. અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉત્તરાયણના આગલા દિવસે પતંગ બજારમાં ભારે ભીડ જામી. અંતિમ કલાકોમાં લોકો સસ્તા ભાવે પતંગ ખરીદવા બજારમાં ઉમટી પડ્યાં.

અમદાવાદના ચાર દરવાજા વિસ્તારમાં પતંગ રસિયાઓ નિયમોને નેવે મુકીને ખરીદી માટે ઉમટ્યાં. તો આ તરફ વડોદરાની રાયપુર પતંગ બજારમાં પણ કોરોના વચ્ચે પતંગની ધુમ ખરીદી થતી જોવા મળી. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરાં ઉડતાં જોવા મળ્યાં. સુરતમાં પણ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોકો પતંગ ખરીદવા ઉમટી પડ્યાં. જેને લઈને પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી.

લોકો માસ્ક પહેર્યા વગર બજારમાં ફરતા જોવા મળ્યાં. તો પતંગની ખરીદીમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન પણ ભૂલ્યાં. પોલીસની હાજરીમાં નિયમોના ધજાગરાં ઉડ્યાં. ત્યારે કોરોના મહામારી વચ્ચે આવી બેદરકારી ભારે પડી શકે છે.

Leave Comments