હાઈપ્રોફાઈલ વૃષ્ટિ – શિવમ કેસમાં નવો વળાંક

October 9, 2019 470

Description

અમદાવાદની વૃષ્ટી ગુમ થઇને 9 દિવસ થઇ ગયા.. પરંતુ આ કેસમાં રોજેરોજ નવા નવા વળાંકો આવી રહ્યા છે.. છેલ્લે જે વળાંક આવ્યો તે ખૂબ મોટો અને ચોંકાવનારો છે.. બે દિવસ અગાઉ વૃષ્ટીના વાલીઓને એક ઇ-મેઇલ મળ્યો જેમાં લખ્યું હતુ કે હું ખૂબ ખુશ છું.. અને મને નોકરી મળી ગઇ છે..

આ ઇ-મેઇલ વૃષ્ટીનો હોવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ પોલીસ તપાસમાં આ ઇ-મેઇલ વૃષ્ટીએ નહીં મોકલ્યાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે જ પોલીસને તે IP એડ્રેસ પણ નથી મળતુ જેના પરથી આ ઇ-મેઇલ મળ્યો છે.

ઉપરાંત આ કેસમાં ઓસ્ટ્રેલિયાની એક આધ્યાત્મિક લીડરે પણ ઝુકાવ્યુ. અને કહ્યું કે વૃષ્ટીનુ અપહરણ તેના બોયફ્રેન્ડે જ કર્યું છે.. સાથે જ વૃષ્ટી અમદાવાદની આસપાસ છે છતાં પોલીસ નથી શોધી શકતી

Tags:

Leave Comments