સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કર્મચારીઓને કાયમી કરવાને લઇને વિચિત્ર ટેસ્ટ કરાવાયો

February 21, 2020 410

Description

શિક્ષિત સમાજમાં આજે પણ લોકોની માનસિકતા બદલાઇ નથી. અને ડગલેને પગલે મહિલાઓનું શોષણ થઇ રહ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કર્મચારીઓને કાયમી કરવાને લઇને વિચિત્ર ટેસ્ટ કરાવાયો. મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફિઝિકલ ટેસ્ટ કરાયો. ટેસ્ટના બહાને મહિલાઓને અંગત સવાલો પૂછવામાં આવ્યા.

તો ભૂજમાં સ્વામિનારાયણ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના માસિક ધર્મની તપાસને લઇને તેમના કપડાં ઉતારીને તપાસમાં આવી. આટલું ઓછું હોય ત્યાં કહેવાતા ધર્મગુરૂઓ પણ મહિલાઓના માસિકધર્મ પર વિવાદિત ટીપ્પણી કરી રહ્યાં છે. આવી ઘટનાઓ સમાજની મહિલાઓ પ્રત્યેની ગંદી માનસિકતા દર્શાવી રહી છે.

Leave Comments