અમદાવાદમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની થશે હોમ ડિલિવરી

March 26, 2020 860

Description

21 દિવસ સુધી લોક ડાઉન છે. ત્યારે લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે ઘરની બહાર ન જવું પડે તે માટે ખાસ વ્યવસ્થા હાથ ધરાઇ છે. અમદાવાદમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરવામાં આવશે. આજથી જીવનજરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલિવરી થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ડીલરો સાથે બેઠક કરી હતી. મોટા સ્ટોર્સના સંચાલકો સાથે બેઠક કરી હતી. તમામ ડીલરોએ હોમ ડિલિવરી કરવાની તૈયારી બતાવી છે. જેમાં  બિગ બઝાર, રિલાયન્સ માર્ટ સહિતના સ્ટોર હોમ ડિલિવરી કરશે.

 

Leave Comments