ગુજરાત પર આતંકી હુમલાનો ખતરો, કાલુપુર રેલવે સ્ટેશને કડક ચેકીંગ

February 19, 2019 1685

Description

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ તણાવમાં છે. ત્યારે આઇબી દ્વારા ગુજરાતમાં પણ આતંકી હુમલાને લઇને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. IB નાં ઈનપુટ મુજબ ગુજરાતની ભીડભાળ વાળી જગ્યાઓ તથા મંદિરો આતંકીઓના નિશાને છે.

જેને પગલે કાલુપુર રેલવે સ્ટેશન પર ડોગ સ્ક્વોડ , SOG ,LCB અને રેલવે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. બહાર ના રાજ્યો માથી આવતી ટ્રેન માં તથા મુસાફરોનો સર સામાનમાં સધન ચેકીંગ હાથ કરવામાં આવ્યુ.

તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટેશન તથા ભીડભાળ વાળા સ્થળો પર સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Leave Comments