છૂટછાટમાં કોરોનાનાં કેસોમાં ધરખમ ઉછાળો, છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ 500ને નજીક

June 3, 2020 3110

Description

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન બાદ ભારે ભરખમ છૂટછાટ આપવામાં આવી છે. આજે સતત ચોથા દિવસે પણ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંક 400ને પાર પહોંચી ગયો છે. આજે તો કેસોની સંખ્યા 500ને નજીક પહોંચી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 485 પોઝિટિવ કેસ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. જો કે ગુજરાતમાં હવે અમદાવાદ બાદ અન્ય જિલ્લાઓમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં કોરોનાનાં કુલ 18117 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 30 લોકોનાં મોત નિપજ્યા છે. આમ રાજ્યમાં મોતનો કુલ આંક 1122 થયો છે. અને છેલ્લા 24 કલાકમાં 318 દર્દીઓ સાજા થયા છે. જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જનો કુલ આંક 12212 થયો છે. રાજ્યનો રિકવરી રેટ 67.40 ટકા થયો છે.

Leave Comments