ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં આચાર્ય ઉમેદવારોના 6 જૂનથી ઈન્ટરવ્યુ

May 17, 2019 665

Description

ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં આચાર્યની ભરતીને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી 6 જૂનથી ઉમેદવારોના ઈન્ટરવ્યુ શરૂ થશે. 2136 આચાર્યની જગ્યા સામે 3378 ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાશે. રાજ્યકક્ષાની ભરતી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શાળા અને ઉમેદવારને વધુમાં વધુ 15 પસંદગીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તો 18 મેના રોજ જિલ્લા શિક્ષણાધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાશે. મહત્વનું છે કે કોર્ટ કેસના પગલે 8 વર્ષથી આચાર્યની ભરતી પ્રક્રિયા અટકાવાઈ હતી. ત્યારે હવે 8 વર્ષ બાદ ભરતી પ્રક્રિયા શરૂ થતા ઉમેદવારોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Leave Comments