અલ્પેશ ઠાકોરના રાજીનામાના ચાર દિવસે કોંગ્રેસને તેમનું રાજીનામુ મળ્યું

April 15, 2019 920

Description

અલ્પેશ ઠાકોરના રાજીનામાના ચાર દિવસ બાદ કોંગ્રેસને તેમનું રાજીનામુ મળ્યું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી તેમના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપ્યું છે.

કોંગ્રેસ પ્રમુખને અલ્પેશનું રાજીનામુ મળ્યું છે. ત્યારે રાજીનામની ટેક્નિકલ બાબતોનો લીગલ ટીમ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે પક્ષમાં થતી સતત અવગણનાને કારણે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ચાર દિવસ પહેલાં રાજીનામુ આપી દીધું હતું. અલ્પેશ ઠાકોરને મનાવવા માટે હાઇકમાન્ડ દ્વારા અનેક પ્રયાસો કરાયા. જે તમામ નિષ્ફળ રહ્યાં છે. ત્યારે હવે તે ઠાકોર સેના માટે કાર્યરત થયા છે. અલ્પેશ ઠાકોરના આ પગલાંથી કોંગ્રેસને લોકસભામાં નુકશાન થઇ શકે છે. હાલ તો અલ્પેશ ઠાકોરના આ પગલાંથી ઠાકોર સમાજમાં પણ બે ફાંટ થયા છે. કેટલા અલ્પેશ ઠાકોરના સમર્થનમાં છે. તો કેટલાક અલ્પેશ ઠાકોરના વિરોધમાં છે.

Leave Comments