કોંગ્રેસના MLAએ ભાષાની મર્યાદા ઉલંઘી, કટાક્ષને લઈ વિવાદ સર્જાયો

February 19, 2020 920

Description

કોંગ્રેસના MLA લલિત વસોયા વિરોધમાં ભાન ભુલ્યા છે. જેમાં નાણામંત્રીના નિવેદનના વિરોધમાં ભાન ભુલ્યા છે. ત્યારે ‘વાયગ્રા’ જેવા શબ્દોનો લલિત વસોયાએ ઉલ્લેખ કરીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. જેમાં નાણામંત્રીએ કોરોનાના કારણે મોંઘવારીમાં વધારો થશે તેવું નિવેદન આપ્યું હતું.

જેને લઇને લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરીને વિરોધ કર્યો છે. ત્યારે નાણામંત્રીને ખોટુ બોલવામાં ગોલ્ડ મેડલ મળે. તો પ્રધાનમંત્રી પર કટાક્ષ કરતા વસોયા બોલ્યા કે, વાયગ્રાના કારણે વસ્તી વધારો થયો તેમ પણ પીએમ મોદી બોલી શકે છે. ત્યારે વસોયાના આવા કટક્ષને લઇને વિવાદ છેડાયો છે.

Leave Comments