બજારમાં વેંચાતા હાનિકારક પ્લાસ્ટિક કપ અંગે હાઈકોર્ટમાં PIL દાખલ

November 28, 2018 1400

Description

અમદાવાદ સહિત રાજ્યભરના મહાનગરોમાં પ્લાસ્ટીકની થેલી અને પાણીના પાઉંચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે પ્લાસ્ટીકના કપ પર પણ પ્રતિબંધની માગને લઇને હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે. PILમાં ઉલ્લેખ કરાયો છે કે, બજારમાં વેચાતા 9થી 20 માઈક્રોન સુધીના પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. પ્લાસ્ટીકના કપથી ફેફસા અને કેન્સર સંબધી બિમારીઓ થઇ શકે છે. PILને પગલે હાઇકોર્ટ દ્વારા GPCB, કોર્પોરેશન અને જવાબદાર સંસ્થાઓને નોટીસ ફટકારાય છે.

Leave Comments