રાહુલ ગાંધી ગુજરાતમાં વધુ સમય આપે તેવી રજૂઆત : અમિત ચાવડા

January 11, 2019 650

Description

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ બે તબક્કામાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે. પ્રથમ તબક્કામાં 12 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. હાઈકમાન્ડ સાથે લોકસભા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં વધુ સમય આપે તેવી રજૂઆત કરાઈ છે.

42 હજારથી વધુ બુથ પર જન મિત્રની નિમણૂંક કરાઇ છે. ડોર ટુ ડોર કેમ્પેઈનથી પ્રચાર કરીશું, પેજ પ્રભારી બનાવવાની કામગીરી ચાલી રહી છે.. જાન્યુઆરીના અંત સુધીમાં ઉમેદવારની પેનલ નક્કી કરાશે. ફેબ્રુઆરીમાં રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી શકે છે.

Leave Comments