સાણંદમાં ખેડૂતોને પાકમાં ઈયળના આક્રમણથી નુકસાન

December 28, 2019 1130

Description

અમદાવાદના સાણંદ તાલુકામાં અતિવૃષ્ટિ, માવઠા બાદ હવે ઈયળોએ આતંક મચાવ્યો છે. જેમાં સાણંદ તાલુકામાં એરંડાના પાકમાં ઈયળના આક્રમણથી પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે દવાનો છંટકાવ કરવા છતાં ઈયળો પર તેની કોઈ અસર નથી થઈ રહી.

જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહત્વનું છે કે, મોંઘા ભાવનું બિયારણ લાવી વાવણી કર્યા બાદ હવે ઈયળોને કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

Leave Comments