અમદાવાદ શહેરમા ચાઈનીઝ તુક્કલનુ વેંચાણ કરતી ઈ કોમર્સ વેબસાઈટ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પગલા લેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ચાઈનીઝ તુક્કલો ના વેચાણ, વપરાશ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતા કેટલીક ઈ કોમર્સ વેબસાઈટ તેનુ વેચાણ કરી રહી છે. અને હોમ ડિલીવરી પણ કરી રહી હોવાનુ ધ્યાને આવતા સંદેશ ન્યુઝે તેનુ રિયાલિટી ચેક કર્યુ. જેમા તુક્કલોનો ઓર્ડર પણ લેવાયો અને તેની ડિલેવરી પણ કરવામા આવી હોવાનું સામે આવ્યું છે.
Leave Comments